WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Pradhan Mantri Ujjwala Yojana – 2022

PM ઉજ્જવલા યોજના

 

Pradhan Mantri Ujjwala Yojana  : હેલ્લો મિત્રો આજે આપણે વાત કરીશું PM (પ્રધાનમંત્રી) ઉજ્જવલા યોજના વિશે. પ્રધનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત સબસીડીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે જે રૂ. 200 ની સહાય મળવા પાત્ર છે જે એક સિલિન્ડર દીઠ છે. તો મિત્રો આ યોજનાનો લાભ ક્યાં વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે કોને નહી થાય તો આ સબસીડી સહાય કોને લાભ મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

મોદી સરકારે પ્રજાને ઇંધણ ના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરવામાં આવી છે. આ સાથે જ પેટ્રોલના પણ લીટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટમાં લીટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ.

 

 

ઉજ્જવલા સ્કીમ હેઠળ ના ગેસ સિલન્ડર પર રૂપિયા. 200 સબસીડી ફરી શરૂ

 

આ સાથે સરકારે ગેસ સિલન્ડર પર રૂપિયા. 200 નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલન્ડર પર રૂપિયા 200 સબસીડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલિન્ડર પર આ વર્ષે રૂપિયા 200 ની સબસીડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.