Divyang Scholarship Yojana 2022
Divyang Scholarship Yojana 2022 :નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની સરકારી યોજના સરકાર હેઠળ બહાર પાડવામાં આવી છે જે યોજના દિવ્યાંગ – વિકલાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના છે.
હવે મિત્રો આપણે જાણી લઈએ કે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, આ ફોર્મ ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કોને કોને આ યોજનાનો લાભ મળશે, કેટલો લાભ મળશે, આવી તમામ પ્રકારની માહિતી મેળવવા માટે જોડ્યેલા રહો અને નીચે મુજબ તમામ માહિતી આપવામાં આવી છે.
ધોરણ ૧ થી ૭ સુધીમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક રૂ.૧૦૦૦/- ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને રૂ.૧૫૦૦/- કે તેથી વધુમાં વધુ રૂ.૫૦૦૦/સુધી.દિવ્યાંગ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે.
આ યોજનાનો કોને કોને લાભ મળશે?
- ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- છેલ્લી વાર્ષિક પરીક્ષા ઓછા માં ઓછા ૪૦% ગુણથી ઉતીર્ણ હોવા જોઈએ.
- અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીની દિવ્યાંગ ટકાવારી ૪૦%થી ઓછી હોવી ન જોઈએ.
- જે-તે અભ્યાસમાં હાજરીની સંતોષકારક નિયમિતતા જરૂરી છે.
- આવક મર્યાદા લાગુ પડતી નથી.
જરૂરી પુરાવાઓ :
- જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર
- ગત વર્ષની વાર્ષિક પરિણામની પ્રમાણિત નકલ
- અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ
- અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ
- દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ
અરજી કેવી રીતે કરવી?
દરવર્ષે શૈક્ષણિક કાર્ય શરુ થતા ૧૫મી જૂન થી ૩૧ મી ઓગસ્ટ સુધી મળવાપાત્ર છે. જેની અરજી જે તે સ્કુલના આચાર્યશ્રી ધ્વારા DIGITAL GUJARAT portal મારફત ઓનલાઈન કરવાની થાય છે.
સમય મર્યાદામાં નિયત ફોર્મ ભરાવીને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીને તે અંગેની દરખાસ્ત રજુ કરવાની જવાબદારી સબંધિત શાળા-કોલેજના આચાર્યશ્રીની રહે છે.
Official Website : Click Here
Hii sir I’m damor Subhash. Village Bantivada. Mhagraj se hu or me job ke tallaas me hu to my mobile phone nambar par fon me 8469068756.