Manav Kalyan – Manav Garima Yojana Apply Online

Manav Kalyan – Manav Garima Yojana Apply Online

 

Manav Kalyan – Manav Garima Yojana : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આં studywale.in વેબસાઈટ પર તો મિત્રો આજે આપણે વાત કરીશું ઈ સમાજ કલ્યાણ ગરીમા યોજના છે તે અને ઈ કુટીર વિભાગ ની માનવ કલ્યાણ ની યોજના છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.

આ જે બંને યોજના છે બંને યોજના મા સુ અરજી ફોર્મ ભરી શકાય કે કેમ કોઈપણ એક યોજના નો લાભ મળવા પાત્ર થાય તે તમામ માહીતી વિશે વાત કરીશું.

માનવ ગરીમા યોજના છે અને માનવ કલ્યાણ યોજના છે તે બંને માં સેમ.જ સહાય છે તે આપવામાં આવે છે. એટલે કે બંને જે સાધનો ની કીટ આપવામાં આવે છે હવે આપણે આં બંને યોજના વિશે વાત કરીશું.

 

 

માનવ ગરીમા યોજના :

માનવ ગરીમા યોજના એ એક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ની યોજના છે

માનવ ગરીમા યોજના નો લાભ છે તે તમામ મિત્રો ને મળવા પાત્ર થાય છે તો ના મિત્રો આ યોજના માં બધાં મિત્રો ને યોજના નો લાભ મળવા પાત્ર થતો નથી.

યોજનાનો હેતુ :

નાનો ધંધો – રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારી ના ધંધા-રોજગાર અનુરૂપ કીટસ આપવામાં આવે છે.

નિયમો અને શરતો :

જે ઉમેદવારની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ.

અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 ધરાવતા હોય.

અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી.

લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબ ના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર નથી.

Manav Garima Yojana

 

કુલ – 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કિટ્સ આપવામાં આવે છે.
(યાદી નીચે મુજબ છે)

 

  • સુથારીકામ
  • ધોબીકામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દુધ-દહી વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • મોબાઇલ રીપેરીંગ
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • કડીયાકામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ

 

રજુ કરવાના ડોક્યુમેન્ટ :

  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
  • એકરારનામું

 

પત્રતાના માપદંડ :
હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- છે.

સહાય નુ ધોરણ :

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમોને તેઓનું જીવન ગરીમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરીમા યોજના દરજી કામ વિવિધ પ્રકારની ફેરી પંચર કીટ – બ્યુટી પાર્લર દુધ – દહીવેચના મોબાઈલ રીપેરીંગ વગેરે જેવા કુલ – 28 વ્યવસાય ટ્રેડ માં રું.25000/- ની મર્યાદામાં વિના મૂલ્યે સાધન સહાય આપવામાં આવે છે.

માનવ કલ્યાણ યોજના :

યોજનાની પાત્રતા

1 ઉંમર – 16 વર્ષ થી 60 વર્ષ
2 ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. 0 થી 16 નો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજુ કરવાનો રહેતો નથી. અથવા

3 અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રું.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- સુધી હોવી જોઈએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજુ કરવાનો રહેશે.

કુલ – 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ કિટ્સ આપવામાં આવે છે.
(યાદી નીચે મુજબ છે)

  • ભરતકામ
  • માટીકામ
  • ફેરી વિવિધ પ્રકારના
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રિક ઉપકરણોનું સમારકામ
  • રસોઈ માટે પ્રેશર કૂકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓ)
  • ચણતર
  • સજાનું કામ
  • વાહન સેવા અને સમારકામમોચી
  • ટેલરિંગ
  • કૃષિ લુહાર/વેલ્ડીંગ કામ
  • સુથારીકામ
  • લોન્ડ્રી
  • સાવરણી સુપડા બનાવ્યું
  • દૂધ-દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણું બનાવવું
  • ગરમ, ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલાની મિલ
  • રૂ (સખી મંડળ બહેનો) નું દિવેટ બનાવવું
  • મોબાઇલ રિપેરિંગ
  • કાગળનો કપ અને વાનગી બનાવવી (સખીમંડળ)
  • હેરકટીંગ

 

Official Website : CLICK HERE

 

હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઉમેદવાર ની ઉંમર મર્યાદા કેટલી રહેશે, લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ આ બધી બાબતો અંગે આપણે વાત કરવાના છીએ.
તો વિદ્યાર્થી મિત્રો તમામ ઓનલાઇન માહીતી આ વેબસાઈટની અંદર મળી રહેશે.
ન્યૂઝ, ઓનલાઇન માહીતી, સરકારી નોકરી, સરકારી યોજના, ઓનલાઈન ટેસ્ટ. આવી તમામ પ્રકારની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

 

THANK YOU

 

 

 

 

2 thoughts on “Manav Kalyan – Manav Garima Yojana Apply Online”

Leave a Comment