આજથી જૂનાગઢ-કાંસીયા નેશ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે :- આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. આમ આ નવી ટ્રેન ચાલુ કરતા યાત્રિકોમાં અને પ્રવાસીઓમાં આનંદની લાગણી સમય છે તેની સાથે જ પરિક્રમા માટે જવા ઈચ્છતા દર્શનાર્થીઓને ભક્તો માટે ખુશીની લાગણી છવાઇ છે
આજથી જૂનાગઢ-કાંસીયા નેશ વચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જૂનાગઢમાં ૪ નવેમ્બર, ૨૦૨૨ થી ૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં લઈને મુસાફરો સુવિધા માં વધારો તેવા ઉમદા ઉદ્દેશ્ય થી જૂનાગઢ અને કાંસીયા નેશ સ્ટેશન વચ્ચે નવી ટ્રેન ચાલુ કરાઈ જેમાં ૧ નવેમ્બર, ૨૦૨૨ થી ૮ નવેમ્બર, ૨૦૨૨ દરમિયાન “મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. તેમજ ૧૪ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે. આમ આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશક અહમદે જણાવ્યું હતું કે, મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૧:૧૦ કલાકે ઉપડશે અને ૧૩:૨૦ કલાકે કાંસીયા નેશ સ્ટેશન પહોંચશે. આમ, વળતી દિશામાં, મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેશ સ્ટેશનથી ૧૩:૪૦ કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને ૧૬:૦૦ કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. આમ આ નવી ટ્રેન ચાલુ કરતા યાત્રિકોમાં અને પ્રવાસીઓમાં આનંદની લાગણી સમય છે તેની સાથે જ પરિક્રમા માટે જવા ઈચ્છતા દર્શનાર્થીઓને ભક્તો માટે ખુશીની લાગણી છવાઇ છે