Pandit Din Dayal Upadhyay Awas Yojana
Pandit Din Dayal Upadhyay Awas Yojana :નમસ્કાર મિત્રો આજે એક સરસ મજાની સરકારી યોજના બહાર પાડવામાં આવી છે તેનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.
હેલ્લો મિત્રો જણાવી દઉં કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કેટલી સહાય મળશે, કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે. આ બધી માહીતી વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના: આ યોજના માં સરકાર તમને મકાન બાંધવા માટે 1,20,000 રૂ. સરકાર સહાય આપશે.
સહાય નુ ધોરણ :
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા વિસમને અને ગામડાંમાં રહેતા ઘણા લોકો ને મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગામડાંમાં અને શહેરી વિસ્તાર માં સરકાર દ્વારા 1,20,000 રૂ. ની સહાય આપવામાં આવે છે.
મકાન બાંધધકામ પૂર્ણ કરવાની અવધિ તે 2 વર્ષ ની હોય છે.
પાત્રતાના માપદંડ :
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 રૂ. અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રૂ. રાખવા ઠરાવેલ છે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ :
- BPL નો દાખલો
- મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી
- પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
- પાસબુક/કેન્સલ ચેક
- અરજદારનો ફોટો
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો
- અરજદારનું લીવિંગ સર્ટિફિકેટ
- અરજદારનો રહેઠાણનો પુરાવો
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (જે લાગુ પડતું હોય તે)
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માંટે ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી / સિટી તલાટી કમ મંત્રી / સર્કલ ઇન્સ્પેકટરે આપવાનું પ્રમાણપત્ર
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુદિસા દર્શાવતા નક્શા ની નકલ (તલાટી કમ મંત્રી) ની સહીવાળી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજુર થયેલ સહાય નો ઉપયોગ મકાન બાંધકામ માટે કરવાનો રહેશે. અને આ સહાય નો ખોટી રીતે ઉપયોગ કરવાનો રહેશે નહીં.
મકાન મંજુર થઈ ગયા પછી તરત જ મકાન બાંધકામ શરૂ કરવાનું રહેશે.
સરકારશ્રી ના નિયત સમય મર્યાદામાં મકાન બાંધકામ શરૂ કરવામા આવશે નહિ, અને મકાન સહાય માટે ચૂકવેલ સઘળી રકમ રવન્યું રહેશે અને વસુલાત પણ કરી શકાશે.
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે વિચરતી અને વિહોણા જાતિઓના ઘર અને ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ આ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પ્રોટલ પર તા : 16/06/2022 થી તા: 30/06/2022 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે તેની ખાસ નોંધ લેવી. અને અરજી સાથે ના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
અરજી માં સંપુર્ણ માગેલ વિગતો સરખી રીતે ભરી નહિ હોય તો આથવા આધુરા દસ્તાવેજો વાળી હસે તો આપોઆપ રદ થઈ જશે.
સામજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભાવનગર, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2021-22 ની આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજુર કરવા પાત્ર બાકી રહેલ અરજીઓ 2022-23 લક્ષ્યંક સામે અપર્યાપ્ત હોય તે જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવતી નથી.
આ આપેલ 07 જિલ્લા સિવાય જિલ્લાઓના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ અરજદારો અરજી કરી શક્શે.
જરૂરી નિયમો :
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત રહેશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર નો નિર્ણય આખરી રહેશે.
અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનુ સ્ટેટસ જાણવા વેબસાઈટ પર જોતા રહેવું.
આ યોજનાનો લાભ કુંટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર આ યોજનાઓ લાભ મળવા પાત્ર છે.
અરજદાર મુળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- થી વધુ હોવી જોઈએ નહી.
અગાઉ ના વર્ષ માં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખતા દ્રારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહી.
ઓનલાઈન અરજી માં ઉમેદવારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે તો અથવા એક જ નંબર થી વધુ અરજીઓ આવેલી હશે તો આ ફોર્મ આપોઆપ રદ કરવામાં આવશે.
Official Website : Apply Online
I am gar leveg, sarneme
I am gar leveg, sarneme contact number
7203913565