મતદાર યાદી ગુજરાત PDF ફાઈલ ડાઉનલોડ કરો

મતદાર યાદી ગુજરાત PDF ફાઈલ ડાઉનલોડ કરો :-  મતદાર યાદી 2022 PDF Download ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત ની લેટેસ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.50 કરોડ મતદાતા પોતાનું મત આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ 1 અને 5 ડિસેમ્બરે કુલ બે તબક્કામાં યોજાશે અને મતગણતરી તારીખ 8 ડિસેમ્બર ના દિવસે કરવામાં આવશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ઘરેબેઠા ઓનલાઈન ચેક કરી શકો છો.

મતદાર યાદી ગુજરાત 2022

ગ્રામ પંચાયત મતદાર યાદીમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રહેતા તમામ પરિવારો માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં પોતાનું નામ તપાસવા માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મતદાર કાર્ડ સંબંધિત સેવા નાગરિકોને સરળ અને પારદર્શક રીતે રજૂ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આ પ્રક્રિયા જારી કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ તપાસવા નાગરિકોએ ક્યાંય જવાની જરૂર નથી. તે ઘરે બેઠા પોર્ટલની મદદથી ઓનલાઈન માધ્યમથી રાજ્ય મુજબની મતદાર યાદી ચકાસી શકે છે.

મતદાર યાદી 2022 PDF Download કરવા માટે

STEP 1: સૌપ્રથમ તમારે www.nvsp.in વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ તમારી સામે એક ઓપ્શન Search In Electoral Roll જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં તમે બે રીતે થી તમારું નામ ચેક કરી શકો છો.

STEP 4: તો આ બે રીતમાંથી ગમે તે એક રીતમાં તમે ચેક કરી શકો છો ત્યારબાદ તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી બધી જ માહિતી તમને જાણવા મળશે.

વધારે માહિતી જોવા માટે View Details પર ક્લિક કરવાનું રહેશે.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરવું

STEP 1: સૌપ્રથમ તમારે play store ઉપર જઈને Voter Helpline એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે.

STEP 2: ત્યારબાદ તમારી સામે Search Your Name In Electoral Roll નું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યારબાદ તમારી સામે ત્રણ રીત જોવા મળશે તમે ત્રણ રીત થી તમારું નામ ચેક કરી શકો છો.

1. બારકોડ દ્વારા

2. તમારી વિગતો દ્વારા

3. ચૂંટણી કાર્ડ નંબર દ્વારા

એમાંથી કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો.

ત્યારબાદ તમારી સામે બધી જ માહિતી તમને જોવા મળશે. જેવી કે તમારું નામ, વિધાનસભા, ચૂંટણી કાર્ડ નંબર, મતદાન કેન્દ્ર, ચૂંટણી ક્યારે છે.

આ લેખ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે તમે મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરી શકો છો અથવા તો ગુજરાત મતદાર યાદી 2022 પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો.

-: મતદાર યાદી 2022 PDF મહત્વપુર્ન લિંંક :-

ઓફિસલ વેબસાઇટઅહી ક્લિક કરો
વોટર હેલ્પલાઇન એપ્લિકેશનડાઉનલોડ કરો

 

Leave a Comment