Madhyahan Bhojan Yojana Patan Gujarat Recruitment 2022

Madhyahan Bhojan Yojana

મધ્યાહન ભોજન યોજના : નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના જેમાં 11 માસના કરાર આધારિત જીલ્લા કક્ષાએ અને તમામ તાલુકા કક્ષાએ અલગ-અલગ ભરતી માટે ની પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે. જે માટે તમારી પાસે થી અરજીઓ મંગાવવામાં આવશે આ ઉપરાંત જણાવવાનું કે તમે આ યોજનામાં હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો જલ્દી થી નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરીને ભરી દો અને આ વેબસાઈટ પર તમને રેગ્યુલર અપડેટ આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.

હેલ્લો મિત્રો આ મધ્યાહન ભોજન યોજના બહાર પાડવામાં આવી છે તેમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે , લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, કોને કોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે આ બધી માહિતિ વિષે વિગતવાર જાણીશું.

પાટણ જિલ્લામાં મઘ્યાહન ભોજન યોજના હેઠળ જીલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ક્રમ જગ્યાનું નામ જગ્યા માસિક મહેનતાણું
01 જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર 01 રૂ. 10,000/-
02 તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝર 07 રૂ. 15,000/-

 

શૈક્ષણિક લાયકાત :

  • માન્ય યુનિવર્સિટી માંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
  • કોમ્પુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામા આવશે.
  • સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત સી.સી.સી. તેમજ અનુભવના પ્રમાણપત્રો ની નકલો સાથે બીડવાની રહેશે.
અનુભવ :
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષ નો અનુભવ ફરજીયાત
  • ડી.ટી.પી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
  • આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
ઉંમર મર્યાદા :

અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી કે 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

બજાવવાની કામગીરી : 
  • મઘ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટે રીપોર્ટ તૈયાર કરવા
  • તાલુકા કક્ષાએથી માહિતિ મેળવવી, તેનું એકત્રીકરણ કરવું અને રાજ્ય કક્ષાએ રજુ કરવું.
  • કવર્તલી પ્રોગ્રેસ તૈયાર કરવી.
  • મઘ્યાહન ભોજન અંગે સોંપવામાં આવે તે તમામ પ્રકારની કામગીરી.

અરજીફોર્મ, નિમણુક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મઘ્યાહન ભોજન યોજના, પાટણ કચેરીમાંથી તથા patan.nic.in પરથી મેળવી શકાશે.
રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો નિયત નમુનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી./ સ્પીડ પોસ્ટથી નાયબ કલેકટર મઘ્યાહન ભોજન યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ મુ.તા. જી પાટણ ખાતે મોકલવાની મોકલી આપવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ  30/07/2022

Official Website : Apply Online

Leave a Comment