Indian Air Force Recruitment 2022 :
ઇન્ડિયન નેવીમાં ‘અગ્નિવીર’ બનવાની તક, 2800 પદો પર ભરતી, પ્રથમ વર્ષે 30 હજાર મળશે પગાર
ભારતીય વાયુસેના બાદ નૌસેનાએ પણ યુવાઓને તક આપી છે. ભારતીય નૌસેનામાં 12મુ ધોરણ પાસ યુવાઓ માટે ‘અગ્નિવીર’ બનવાની સુવર્ણ તક છે, જેની માટે 2800 વેકેન્સી કાઢવામાં આવી છે. જેમાં પ્રથમ વર્ષે 30 હજાર રૂપિયા પગાર મળશે. અગ્નિપથ ભરતી યોજના હેઠળ નૌસેનાએ 1 જુલાઇથી એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરી દીધી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જઇને આ પદો માટે અરજી કરી શકે છે.
કેન્ડિડેટે પાસ કરવો પડશે PFT ટેસ્ટ :
ભારતીય નૌસેનાએ એક ઓફિશિયલ નોટિફિકેશનમાં કહ્યુ કે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય નૌસેના અગ્નિવીર ભરતી માટે હાજર રહેનારા કેન્ડિડેટને શારીરિક સ્વાસ્થ્ય પરીક્ષણ (PFT) પાસ કરવો પડશે, જેને લેખિત પરીક્ષામાં મેળવેલા અંકના આધાર પર યોગ્યતા યાદી તૈયાર કરવા માટે જરૂરી માનવામાં આવશે. તમામ પસંદ થયેલા કેન્ડિડેટને ભરતી તબીબી તપાસ માટે આઇએનએસ ચિલ્કામાં બોલાવવામાં આવશે. જો કોઇ ઉમેદવાર કોલ લેટરમાં ઉલ્લેખિત તારીખ અને સમય પર આઇએનએસ ચિલ્કામાં ભરતી તબીબી પરીક્ષા માટે રિપોર્ટ કરવામાં નિષ્ફળ રહે છે તો તેનો ભારતીય નૌસેનામાં ઉમેદવારી માટે કોઇ દાવો નહી હોય અને કેન્ડિડેટની પસંદગી રદ કરી દેવામાં આવશે.
મહત્વપૂર્ણ જાણકારી :
પદનું નામ- અગ્નિવીર
- પદ- 2800
- યોગ્યતા- 12મું ધોરણ પાસ
- અરજીની તારીખ- 1 જુલાઇ, 2022
- અરજી કરવાની અંતિમ તારીખ- 22 જુલાઇ, 2022
- ઉંમર- કેન્ડિડેટની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષની વચ્ચે હોવી જોઇએ. કેન્ડિડેટનો જન્મ 29 ડિસેમ્બર 1999થી 29 જૂન 2005 વચ્ચે હોવો જોઇએ.
શારીરિક ક્ષમતા- કેન્ડિડેટની લંબાઇ 152.5 સેન્ટીમીટર અને છાતી ફુલાવવાની રેન્જ 5 સેમી સુધી હોવી જોઇએ.
Official Website | Apply Online |
અગ્નિપથ સ્કિમમાં 4 વર્ષ પુરા કરનારા અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાથમિકતા મળશે.
અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થનારા જવાનોને ચાર વર્ષની નોકરી બાદ કેન્દ્રીય સશસ્ત્ર દળ અને આસામ રાઇફલ્સમાં નિયુક્તીમાં પ્રાથમિકતા મળશે. આ જાણકારી ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. દેશે ત્રણેય સેનામાં સૈનિકોની ભરતીને લઇને કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સૈનિકોની ભરતી નાના સમય માટે કરવામાં આવશે. ચાર વર્ષની નોકરી પછી મોટાભાગના અગ્નિવીર રિટાયર થઇ જશે અને આવા અગ્નિવીરોને કેન્દ્રીય સશસ્ત્ર દળોની નોકરીમાં પ્રાથમિકતા મળશે.