WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં દિગ્વિજય સિંહ પણ સામેલ

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે બોલ્યા દિગ્વિજય સિંહ, ‘મારા ઘણા મિત્રો અધ્યક્ષની ચૂંટણી લડવાનું કહી રહ્યા છે’

 

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં દિગ્વિજય સિંહ પણ સામેલ :દિગ્વિજય સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલુ છે. એટલું જ નહીં રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકને કારણે અશોક ગેહલોત પાર્ટીના અધ્યક્ષ પદની રેસમાંથી પણ બહાર થઈ શકે છે

કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ ? વધુ એક દિગ્ગજ નેતાનું નામ

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં દિગ્વિજય સિંહ પણ સામેલ : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મારા ઘણા મિત્રો મને કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનું કહી રહ્યા છે. પરંતુ 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

દિગ્વિજય સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં રાજકીય સંકટ ચાલુ છે. એટલું જ નહીં રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય નાટકને કારણે અશોક ગેહલોત પાર્ટીના અધ્યક્ષ પદની રેસમાંથી પણ બહાર થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ, શશિ થરૂર જવા નેતાઓ અધ્યક્ષ પદની રેસમાં છે.

અધ્યક્ષ પદની ચૂંટણી લડવા પર દિગ્વિજયે શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા સંબંધિત સવાલ પર દિગ્વિજય સિંહે કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી રાહ જુઓ. ચિત્ર સ્પષ્ટ થશે. મારા ઘણા મિત્રો મને ચૂંટણી લડવા માટે કહી રહ્યા છે. આ પહેલા પણ દિગ્વિજય સિંહે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે આ મામલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે તમે મારું નામ નકારી કેમ રહ્યા છો? સાથે જ દિગ્વિજય સિંહે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે કોંગ્રેસની ચિંતા ન કરવી જોઈએ. તેઓએ દેશ વિશે વિચારવું જોઈએ. તેમણે એ ખબર હોવી જોઈએ કે માત્ર વિપક્ષની ટીકા કરવાથી મુદ્દાઓનો ઉકેલ નહીં આવે.

30 સપ્ટેમ્બરે સ્પષ્ટ થશે ચિત્ર 

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જો એક કરતા વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઉતરશે તો પરિણામ 19 ઓક્ટોબરે આવશે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અશોક ગેહલોતે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. તેમને કોંગ્રેસ હાઈકમાન્ડનું સમર્થન પણ હતું. સાથે જ આવી પણ અપેક્ષાઓ હતી કે તેઓની સ્પર્ધા શશિ થરૂર સાથે થશે. શશિ થરૂરે પણ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.

Click Here : રાજસ્થાન કોંગ્રેસમાં મતભેદ વચ્ચે થઈ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી

જોકે, રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની ચર્ચાઓ વચ્ચે ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. આ પછી જ્યારે હાઈકમાન્ડે નિરીક્ષકોને ત્યાં મોકલ્યા તો ધારાસભ્યોએ તેમની સાથે વાત કરવાનો પણ ઈન્કાર કરી દીધો. આ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ગેહલોતથી નારાજ છે. આવી સ્થિતિમાં ગહેલોતની અધ્યક્ષ પદની ઉમેદવારી પણ જોખમમાં મુકાઈ ગઈ છે. 30 સપ્ટેમ્બર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ છે, એ જ દિવસે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં કોણ કોણ લડશે તે સ્પષ્ટ થઈ જશે.