Vahli Dikri Yojana 2022 Gujarat
વ્હાલી દીકરી યોજના
નમસ્કાર મિત્રો એક સરસ મજાની સરકારી યોજના આવી છે જે વહાલી દીકરી સહાય યોજના છે શુ તમારા કુટુંબમાં દીકરી છે? હા તો તમને આ યોજનાનો લાભ મળી શકે છે.
હેલ્લો નમસ્કાર મિત્રો આ યોજનાના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, સુ લાયકાત રહેશે, કોને કોને આ યોજનાનો લાભ મળશે આ તમામ પ્રકારની માહિતી નીચે આપેલ છે.
લાભ લેવા માટે પાત્રતા તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.) દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
લાભ મેળવવા માટે જરૂરી પુરાવા
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.
ઓનલાઈન અરજી ફોર્મ 👉 | Click Here |