GPSC Recruitment 2022 for 260 ACF :
હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની ગુજરાત લોક સેવા આયોગ GPSC દ્રારા અલગ-અલગ ડીપાર્ટમેન્ટ પ્રમાણે ની જાહેરાત કરવામાં આવી છે જે વિધાર્થી મિત્રો સરકારી નોકરી કરવા માગતા હોય તે વિધાર્થી મિત્રો માટે એક સુવર્ણ તક છે. હવે જાણી લઈએ કે આ પરીક્ષાના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે, લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ આ બધી માહીતી નીચે મુજબ આપેલ છે.
ગુજરાત લોક સેવા આયોગ (GPSC)એ ડેપ્યુટી સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર, મુખ્ય અધિકારી, સહાયક વન સંરક્ષક માટે અરજી મંગાવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદ માટે અરજી કરવામાંગે છે, તે GPSCની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
આ સિવાય ઉમેદવાર સીધા આ લિંક https://gpsc.gujarat.gov.in/ પર ક્લિક કરીને પણ આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://gpsc.gujarat.gov.in/dashboard?stage=Advertisement દ્વારા પણ ઓફિશિયલ નોટિફિકેશનને ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 260 પદને ભરવામાં આવશે.
GPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆતની તારીખ- 15 જુલાઇ
અરજી કરવાની અંતિમ તારીખ- 30 જુલાઇ
GPSC Recruitment 2022 માટે ખાલી જગ્યાઓ
- ડેપ્યુટી સેક્શન અધિકારી/ નાયબ મામલતદાર- 80 પદ
- Dy. S.O. (સચિવાલય)- 05 પદ
- સહાયક વન સંરક્ષક- 38 પદ
- પશુ ચિકિત્સા અધિકારી- 130 પદ
- મ્યુનિસિપલ એકાઉન્ટ અધિકારી- 04 પદ
વય મર્યાદા
અરજી કરવાની છેલ્લી તારીખ 30-7-2022ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઇએ અને 35 વર્ષ સુધી અરજી કરી શકે છે.
ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
એજ્યુકેશન
સરકાર માન્ય કોઇ પણ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી. કોમ્પ્યૂટરનું બેઝિક જ્ઞાન હોવુ પણ જરૂરી
ભરતી કેવી રીતે કરાશે
ત્રણ પરીક્ષા યોજવામાં આવશે જેમાં પહેલા પ્રીલિમ, મેઇન્સ અને પછી ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે.
પ્રીલિમ પરીક્ષા
સંભવિત પ્રીલિમ પરીક્ષા 16 ઓક્ટોબર 2022માં યોજાશે, જ્યારે આ પરીક્ષાનું પરિણામ ડિસેમ્બર-2022માં જાહેર કરવામાં આવશે. પ્રીલિમ પરીક્ષા પાસ કરનારા ઉમેદવાર મેઇન્સ પરીક્ષા આપી શકશે.
મુખ્ય લેખિત પરીક્ષા
5 માર્ચ અથવા 12 માર્ચ 2023માં સંભવિત
મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવત- જૂન 2023માં પ્રસિદ્ધ કરવામાં આવશે
પગાર ધોરણ
38,090 રૂપિયા માસિક ફીક્સ પગારથી પાંચ વર્ષ માટે નિમણૂંક આપવામાં આવશે.
ઉમેદવાર પાંચ વર્ષ સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી રૂપિયા 39,900થી 1,26,600 પે મેટ્રીક્સના લેવલ-7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.
Official Notifaction | Click Here |
Official Website | Apply Online |